બનાસકાંઠામાં હોન્ડા કંપનીનાં દ્વિચક્રી વાહનોનું બિન અધિકૃત રીતે ધૂમ વેચાણ થતું હોવાની રાવ

 બનાસકાંઠામાં હોન્ડા કંપનીનાં દ્વિચક્રી વાહનોનું બિન અધિકૃત રીતે ધૂમ વેચાણ થતું હોવાની રાવ
 
 
ડીસા
બનાસકાંઠા જિલ્લામાં દ્વિચક્રી વાહનોની માંગ ઉત્તરોત્તર વધી રહી છે ત્યારે કેટલાક ઈસમો બિન અધિકૃત રીતે બનાસકાંઠામાં હોન્ડા કંપનીના દ્વિચક્રી વાહનોનું વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ચોંકાવનારી લેખિત રજુઆત થતાં ચકચાર મચી ગઈ છે.
દ્વિચક્રી વાહનોના ઉત્પાદન અને વેચાણમાં આગવી વિશ્વસનીયતા ધરાવતી હોન્ડા કંપની દ્વારા ગ્રાહકોને સમયસર નવા વાહનની ડિલિવરી તેમજ પૂરતી સર્વિસ મળી રહે તે હેતુથી કંપની દ્વારા દરેક જિલ્લામાં અધિકૃત ડીલરોની નિયુક્તિ કરાઈ છે.જોકે કેટલાક ઈસમો હોન્ડા કંપનીની આંખોમાં ધૂળ નાંખી બનાસકાંઠામાં બિન અધિકૃત રીતે હોન્ડા કંપનીના વાહનો વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતેના હોન્ડા કંપનીના અધિકૃત ડીલર ધિયાન હોન્ડા દ્વારા આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજુઆત કરી આવા ઈસમો સામે પગલાં લેવાની માંગણી કરાઈ છે.
ડીસા હાઇવે પર કાર્યરત ધિયાન હોન્ડા શોરૂમના સંચાલક માનવ લલિતભાઈ પઢીયારે તાજેતરમાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજુઆત કરી છે જેમાં બનાસકાંઠાને અડીને આવેલા પાટણ, રાધનપુર તેમજ રાજસ્થાનના પાલી ખાતે હોન્ડા કંપનીની ડિલરશીપ ધરાવતા ઈસમો તેમના મળતીયાઓ સાથે સાંઠગાંઠ રચી તેમના કાર્યક્ષેત્રનો ભંગ કરી બનાસકાંઠામાં બિન અધિકૃત રીતે હોન્ડા કંપનીના દ્વિચક્રી વાહનોનું વેચાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.આ ઈસમો ગ્રાહકોને વિશ્વાસમાં લઈ હોન્ડા કંપનીની એસેસરીઝ સાથે છેડછાડ કરી ગ્રાહકોને વાહન પધરાવી દેવા ઉપરાંત જીએસટી બિલ વગર ખોટા બિલ બનાવી વાહનોનું વેચાણ કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડતા હોવાના આક્ષેપો પણ કરાયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.