02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / શંખેશ્વર મહાતિર્થના શ્રુતમંદિરે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

શંખેશ્વર મહાતિર્થના શ્રુતમંદિરે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો   29/01/2019

 
 
 
 
                           જૈન તિર્થ શંખેશ્વર ખાતે આવેલ પ્રવચન શ્રુતતિર્થ ખાતે શ્રુત મંદિરના નિર્માણ અંતર્ગત બીજા તબક્કાની ૪૫૭ શીલાઓના સ્થાપના સાથે ગણીપદ પ્રદાન પદવી અને દિક્ષા ગ્રહણનો ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ઉપસ્થિત રહ્યા હતા.
શંખેશ્વર પ્રવચન શ્રુતતિર્થ ખાતે પૂ. આચાર્યદેવ શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાર્યદેવ શ્રી વિજય યુગચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્વામાં ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન થયુ હતુ. જેમાં શુક્રવારના પ્રથમદિને પંચ મહાઅભિષેક અને વર્ષિદાનનો વરઘોડો, બીજા દિવસે પૂજ્ય મુનિરાજ હેમશ્રમણ વિજય મ.સા. ને ગણીપદ પ્રદાનની પદવી અને મુમુક્ષ અશ્વિનકુમાર બાબુલાલ શાહ ને (દિક્ષા) સંયમ પ્રદાન ગ્રહણ કરાઇ હતી. જ્યારે ત્રીજા દિવસે શ્રુતમંદિરના નિર્માણની બીજા તબક્કાની ૪૫૭ શીલાઓની એકી સાથે સ્થાપના કરવામાં આવેલ. શીલા સ્થાપનામાં ઇક્કોફેન્ડલી માટીના કલશ, સોપારીની સાલની પ્લેટ, કેશર-સુખડ, સર્વે ઔષધીઓથી અભિષેક પુજન કરવામાં આવેલ. અને આ પુજનથી સંસ્કાર, સદ્‌દ્બુધ્ધી અને જ્ઞાનની વૃધ્ધી થાય છે માટે આ પુજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને જૈનાચાર્ય શ્રી યુગચંદ્રસુરીશ્વરજી મહારાજા દ્વારા વૈદિક મંત્રોચાર સાથે વિધી- વિધાન કરવામાં આવ્યા હતા. અને પૂજ્ય જૈનાચાર્યએ જણાવેલ કે આવનારા સમયમાં શ્રુતમંદિરમાં ૫૧ હજાર સ્કેવર્ફુટના વિશાળકાય રાજભવન જેવા કલાત્મક શ્રુતમંદિરમાં સરસ્વતી દેવીની ૧૦૮ ઇંચની મુર્તિ, ૪૫ શ્રુત ભગવાનથી શોભતો આગમ મહેલ, ત્રણલાખ ધર્મ ગ્રંથો ધરાવતો જ્ઞાન ભંડાર તેમજ લહીયાઓ દ્વારા પ્રાચિન ગ્રંથોનું ભાષામાં ભાષાંતર સાથે કેલીગ્રાફી કન્ટ્રી તરીકે ઓળખાસે. અને આ મહોત્સવમાં ભારતભર માંથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્‌યુ હતુ. જેથી શંખેશ્વર તિર્થનો નજારોજ કઇક અલગ જોવા મળી રહ્યો હતો.

Tags :