પોતાના પ્રાણની આહુતિ આપી ગૌમાતાએ માસૂમનો જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર: થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગોથુ મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો.
 
પરંતુ હેવી વીજ લાઈનના જીવતા વાયરે ગાયના પ્રાણ લઈ લીધા છે. આમ, ઘોર કળીયુગમાં ગાયમાતાએ પોતાના પ્રાણની આહુતી આપી બાળકનો જીવ બચાવી લીધો હોવાનો કિસ્સો ઉજાગર થવા પામ્યો છે.
 
ગાયને બચાવો, ગાય તમને બચાવશે, તેવો ઉદ્દગારો લોકડાયરા અને સંતવાણીમાં સાહિત્યકારો અને ભજનીકોના મુખેથી સાંભળવા મળે છે. પરંતુ થાનગઢમાં આ પ્રકારના શબ્દોને સત્ય ચરીતાર્થ ઠેરવતો કિસ્સો જોવા જાણવા મળ્યો છે. થાનગઢની જયઅંબે સોસાયટીમાં મંગળવારે સવારે હેવી વીજ લાઈન પોલનો જીવતો વીજ વાયર તૂટે તે પહેલા એક ગાયે મયુર વિરજીભાઈ (ઉ.વ.આ.૧૦)ને ગોથુ મારી બાળકનો જીવ બચાવી લીધો છે.
 
પરંતુ હેવી લાઈનના જીવતા વીજ વાયરે બાળકનો જીવ બચાવનાર ગાય માતાના પ્રાણ હરી લીધા છે. અનાચક બનેલી આ ઘટનાનાં પગલે રાહદારીઓ અને રહીશોનું ટોળુ કુતુહલવશ એકઠુ થઈ ગયુ હતુ.
 
ઘટના મામલે બાળક મયુરના પિતા વિરજીભાઈએ જણાવ્યુ હતુ કે, ગાયે મારા બાળકને ગોથુ મારીને દૂર હડસેલી દીધો ન હોત તો તેનુ જીવતા મુખ જોવા ન મળત, ગાયે પોતાનો પ્રાણ આપીને મારા બાળકના પ્રાણ બચાવી લીધા છે. મૃત્ય પામેલ ગાય માતા ગાભણી હોવાનું ખુલવા પામ્યુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.