02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / પાલનપુર ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્પેકટર એસસીબીના સકંજામાં

પાલનપુર ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્પેકટર એસસીબીના સકંજામાં   02/08/2018

તાપીના ભાસીયામોઢ ગામે સુરત એસીબી દ્વારા દોઢ માસ અગાઉ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદે માટી ખનનની પ્રવૃતિ બહાર આવી હતી. આ અંગે તાપી ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્સપેકટર સહિત છ કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રોયલ્ટી ઇન્સપેકટરની બનાસકાંઠાની પાલનપુર કચેરી ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન આ રોયલ્ટી ઇન્સપેકટરે માટી ખનન કરતાં શખ્સોને છાવરી તેમની સામે કોઇ કાર્યવાહી ન કરી સરકારને રૂપિયા ૧.૦૮ કરોડનું નૂકશાન પહોચાડ્‌યું હોવાનું ખુલતાં બનાસકાંઠા એસીબીએ બુધવારે આ કર્મચારીને સકંજામાં લઇ તપાસ હાથ ધરતાં ચકચાર મચી જવા પામી છે. 

Tags :