લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રીને કોંગ્રેસનો પ્રચાર ન કરવાની ધમકી

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીની બરાબરની રસાકસી જામી છે.  ઉમેદવાર ચૂંટણી જીતવા એડીથી ચોટી સુધીનું જોર લગાવી દીધું છે. ગઇકાલથી ચૂંટણી પ્રચાર થંભી  ગયો છે ત્યારે લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંજયભાઈ રબારી લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલય થી ગામડાઓમાં જવા રવાના થયા હતા. તેઓ પોતાની ગાડી લઈને અને આગથળાથી કુડાના માર્ગે જતાં એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી ઉભી રહી હતી અને જેને પાછળ ભાજપના સ્ટીકર લગાવેલ હતા. તેની બાજુમાં પસાર થતાં તેમણે હાથ કરીને ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો એટલે એમણે ગાડી ઉભી રાખી તો તરત અંદર બેઠેલ લોકો આવીને તેમનો કોલર પકડ્યો અને કહ્યું કે તું કોંગ્રેસ અને પરથીભાઈ ભટોળનો પ્રચાર વધારે કરે છે એ બંધ  કરી દેજે નહિતર મજા નહિ આવે એવી ધમકી આપી હતી. જેનાથી બચવા એમણે ગાડી ચાલુ કરીને પોતાના માણસોને ફોન કર્યા એટલે થોડા સુધી તેમણે પીછો કર્યા હતો અને સેકરા ગામ નજીક આવતા તેઓ ભાગી ગયા હતા. આ બાબતે આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.