02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ટેપ વગાડવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા

ટેપ વગાડવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા   07/08/2018

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ મોહન દરજીની ચાલીમાં રહેતા એક ૪૦ વર્ષીય યુવકની ગઇ કાલે મોડી રાતે ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એક અઠવા‌િડયા પહેલાં ટેપ વગાડવાના મુદ્દે યુવકને પાડોશમાં રહેતા કેટલાક લોકો સાથે માથાકૂટ થઇ હતી, જેની અદાવત રાખીને આ ઘટના ઘટી છે.

કાગડાપીઠ પોલીસ ચાર શખ્સ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બાળકો ભણતાં હોવાના કારણે પાડોશમાં રહેતા કેટલાક લોકોએ ટેપ ધીમે વગાડવા માટે ગિરીશભાઇને થપકો આપ્યો હતો. તે સમયે ‌િગરીશભાઇ અને પાડોશીઓ વચ્ચે ટેપ વગાડવાના મામલે બબાલ થઇ હતી.

જોકે સ્થાનિકો વચ્ચે પડતાં મામલો શાંત પડ્યો હતો અને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ગઇ કાલે ટેપ વગાડવાના મામલે અદાવત રાખીને ગિરીશભાઇ અને પાડોશમાં રહેતા કનૈયાલાલ ઉર્ફે કનુભાઇ ચૌહાણ, ચિરાગ મૂકેશભાઇ ચૌહાણ, રાહુલ અને તેના મિત્ર સાથે માથાકૂટ થઇ હતી.

સામસામે થયેલી બબાલે એટલું ઉગ્ર રૂપ ધારણ કરી લીધું કે મામલો બીચક્યો હતો. બન્ને પક્ષ ધોકા અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા. કનૈયાલાલે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને ગિરીશભાઇના પેટમાં મારી દીધી હતી. ગિરીશભાઇ લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા, જ્યાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Tags :