ડીસા તાલુકામાં શિયાળુસિઝનની અસલ જમાવટ

રખેવાળ ન્યુઝ વડાવલ: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પોષ મહિનાની શરૂઆતની સાથે જ શિયાળાની અસલ જમાવટ થઈ રહી છે છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થતા સમગ્ર ડીસા પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેનાથી જન જીવન પ્રભાવિત થઈ ઉઠ્‌યું છે.
ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે બરફ વર્ષાને લઈ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં તેની સીધી અસર જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને સરહદી જિલ્લા બનાસકાંઠામાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થતાં જનજીવન ઉપર પણ તેની અસર વર્તાઈ રહી છે ઉત્તર તરફથી ફૂંકાઇ રહેલા બર્ફીલા ઠંડા પવનોને લઈ આમ આદમી સહિત પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની જવા પામી છે કડકડતી ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રૂજી ઊઠયા છે સમગ્ર દિવસ ભર ગરમ વસ્ત્રોમાં લપેટાઈ  રહેવાની ફરજ પડી રહી છે સાંજ પડતા જ લોકો પોતાના ઘરોમાં પુરાઈ જાય છે મોડી સાંજે એને વહેલી સવારે ઠંડીથી બચવા લોકો ઠેર તાપણાનો સહારો લઇ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે ત્રણ દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની તેમજ આગામી સમયમાં એટલે કે વરસના વિદાયના સમયે હવામાનમાં પલટાની પણ શકયતા વ્યક્ત કરાઈ છે.  અત્યારે તો બનાસકાંઠા નજીકનાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન માઇનસ ડિગ્રી પર જોવા મળી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.