ઉંઝા શ્રીઉમિયા માતાજી સંસ્થાન ખાતે રૂ.૮.૭૫ કરોડના ખર્ચે ડોરમેટરી ભવન નિર્માણ પામશે

 
 
 
  મહેસાણા જિલ્લામાં ઉંઝા ખાતે સુપ્રસિધ્ધ ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી  ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉમિયા માતાજીના મંદિર તેમજ પરિસરનો વિકાસ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલ યાત્રાધામોનો વિકાસ થાય તે દિશામાં સતત કામ કરી રહી છે. મહેસાણા જિલ્લામાં ઉંઝા ખાતે આવે ઉમિયા માતાજીના મંદિરમાં રૂ ૦૮ કરોડ ૭૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર ડોરમેટરી ભવનનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સહિત આમંત્રીત મહાનુંભાવોનો હસ્તે કરાયું હતુંનાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોનો વિકાસ કરી સંસ્કૃતિનું જતન કરી રહી છે. રાજ્ય સરકારે વિકાસની સાથે યાત્રાધામોની સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું છે. ગુજરાત સરકારનાં મહત્વાકાંક્ષી અભિયાન સમાન રાજ્યનાં યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવાનું ભગીરથ કામ થઇ રહ્યું છે યાત્રાધામોને ૨૪ કલાક સ્વચ્છ રાખવા ઉચ્ચ કક્ષાની સફાઇ કામગીરી રાષ્ટ્રીયકક્ષાની એજન્સીઓને આપીને ગુજરાતનાં યાત્રાધામોને સંપુર્ણ સ્વચ્છ રાખવાનું આ વિરાટ કદમ છે.નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યના યાત્રાધામોને જોડતા રસ્તાઓને ફોરલેન કરી દેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લામાં સ્વદેશ યોજના હેઠળ સુણોક, વિજાપુર મંદિરોમાં વિકાસના કામોની ફાળવણી કરી છે.તેમણે ઉમેર્યું હતું કે બિન અનામત આયોગનો સીધો લાભ લોકોને મળનાર છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉંઝા નગર સેવા સદનના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપતો આદેશ સુપ્રત કર્યો હતો
    કાર્યક્રમમાં સાંસદ જયશ્રીબહેન પટેલ,ધારાસભ્ય સર્વે  આશાબહેન પટેલ, રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી, કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી ગુજરાત રાજ્યના એમ. એસ. પટેલ,, પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર જેનું દેવેન, પુર્વ મંત્રીશ્રી નારાયણભાઇ પટેલ, એ.પી.. એમ.સી ચેરમેન ગૌરાંગભાઇ પટેલ, સંસ્થાના પ્રમુખ પ્રહલાદભાઇ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા, નડીયાદના નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, ઉમિયા માતાજી સંસ્થાના સભ્યો, જિલ્લા પૂરવઠા અધિકારી ભાર્ગવ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.