ઇચ્છીત પ્રગતિ માટે વૈશ્વિક ચલણમાં હોય તેવી કોઈ પણ ત્રણ ભાષા શીખો : પ્રેમકુમાર

વિશ્વ શાંતિ અર્થે દુનિયાના વિવિધ દેશોમાં પદયાત્રા કરી 'વિશ્વ પદયાત્રી' તરીકે જાણીતા બનેલા પ્રખર અભ્યાસુ અને સવાયા ગુજરાતી પ્રેમ કુમારે ઇચ્છીત પ્રગતિ માટે વૈશ્વિક ચલણ ધરાવતી ઓછામાં ઓછી ત્રણ ભાષાઓ શીખવાની જરૂર પર ભાર મુકયો છે.ગત રોજ ડીસાના મહેમાન બનેલા પ્રેમ કુમારે નવી પેઢીના ઉત્કર્ષ માટે ખૂબ ઉપયોગી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
 
ડીસા શહેરમાં કાર્યરત વાલી હિતરક્ષક સમિતિ અને આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગતરોજ ડીસાની ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં વાલી જાગૃતિ અને શાળા પરિવારના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસાના તાલુકા વિકાસ અધિકારી ડો.પંકજસિંહ મહીડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ, ડીસા શહેર વાલી હિતરક્ષક સમિતિના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી, મંત્રી રમેશભાઇ રાઠોડ, આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રામરતનભાઈ સોની, જુલિબેન પટેલ, જીતુભાઈ વૈદ્ય તેમજ શાળા પરિવાર, વાલી સમુદાય તેમજ બાળકોની બહોળી હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિશ્વ પદયાત્રી પ્રેમ કુમાર, નૂતન ભારતી સંસ્થા-મડાણા (ગઢ)ના સંચાલક ડો.કનુભાઈ વ્હોરા તેમજ જાપાન, ફ્રાન્સ, ચીલી અને ફિલિપાઈન્સ દેશના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારવા સાથે શિક્ષણની જરૂરિયાત તેમજ ઇચ્છીત પ્રગતિ માટે પાયાની જરૂરિયાતો વિશે ખૂબ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં સ્થાનિક જાગૃત વાલીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોના હસ્તે શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ - બહેનોનું સન્માન કરી ઉપસ્થિત વાલીઓને બાળ તરુંઓનું વિતરણ કરી તમામ છોડનો અસરકારક ઉછેર કરવા પણ આહવાન કરાયું હતું.આ પ્રસંગે ચિ. હં. દોશી સીઆરસી હેઠળની શિવનગર પ્રા.શાળાની બાળકી કેનેડા ખાતે આંતરરાષ્ટ્રીય સોફ્ટબોલ સ્પર્ધામાં રમવા જઇ રહી હોઇ તેમજ જમનાબાઈ શાળાની બાળકી પણ નિબંધ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી હોઈ આ બંને બાળકીઓનું આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સ્મૃતિભેટ આપી સન્માનિત કરી ઉજ્જ્વળ ભાવિની શુભકામનાઓ પાઠવાઈ હતી.
 આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો ઓર્ડીનેટર અલ્પેશભાઈ પ્રજાપતિ, સીઆરસી કો ઓર્ડીનેટર હિતેશભાઈ દવે, શાળાના આચાર્ય પ્રવિણભાઇ સાધુ તેમજ શાળા પરિવાર અને જાગૃત વાલીઓ અબ્દુલભાઇ અને બળદેવભાઈ કાપડીએ ભારે જહેમત ઉઠાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.