ઓનલાઇન શોપિંગના ઇનામમાં 250 ગ્રામ સોનું લેવા યુવકે રૂ. 4.80 લાખ ગુમાવ્યા

લોભીયા હોય ત્યાં ધૂતાર ભૂખે ના મરે, તે કહેવતને થયાર્થ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઇન શોપિંગના ઇનામમાં ૨૫૦ ગ્રામ સોનુ મેળવવાની લાલચમાં સેટેલાઇટના યુવકે રૃા. ૪.૮૦ લાખ ગુમાવ્યા હતા, આ ગુનામાં પોલીસે કોલ સેન્ટર ચલાવી લોકો છેતરપીંડી કરતી ઉત્તર પ્રદેશની ટોળકીને ઝડપી પાડી હતી. 

આ કેસની વિગત એવી છે, કે સેટેલાઇટમાં આનંદનગર પાસે રાજ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેષ પંચાલે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોાવી હતી કે નવેમ્બર માસમાં રોહિતસિંહ નામની વ્યકિતએ ફોન કરીને કહ્યું હતું કે અમારી કંપની અમેઝીંગ ડીલમાં તમે લક્કી વીનર થયા છો. જેથી તમોને ૨૫૦ ગ્રામ સોનું ઇનામમાં લાગેલ છે, તેમ કહીને રજિસ્ટ્રેશન કરવાનું કહીને રૃા. પાંચ હજાર ભરાવ્યા હતા ત્યારબાદ કુરીયરમાં યુવકના ઘેર એક ચાંદીનો સિક્કો તથા સોનાની પાંદડી વાળી ફ્રેમ અને રેબન કંપનીના ચશ્મા મોકલીને વિશ્વાલ કેળવ્યો હતો.

ત્યારબાદ બહાના કાઢીને ઇનામમાં ટેક્ષ પેટે રૃપિયા રૃા. ૪.૮૦ લાખ મેળવી લઇને છેતરપીંડી કરી હતી. ક્રાઇમબ્રાંચે ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાંથી બોગસ કોલ સેન્ટર ચલાવતી ટોળકીને પકડી પાડી હતી. પકડાયેલા શખ્સોમાં ન્યું દિલ્હી ત્રિલોકપુરી ખાતે મયુર વિહારમાં રહેતી રૃચિ સુજીતભાઇ રોય અને ફેશલખાન સહિત ચાર મહિલા અને બે યુવકોની રપકડ કરી વધુ તપાસ હાથ રી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.