02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : ડીએમાં ૫ ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : ડીએમાં ૫ ટકાનો વધારો   09/10/2019

નવી દિલ્હી : દિવાળી પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આજે અહીં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી ઉપર વધારાનો ૧૬૦૦૦ કરોડનો બોજો પડશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલ ૧૨ ટકા ડીએ મળે છે જે હવે ૫ ટકાનો વધારો થતા ૧૭ ટકા મળશે. જે ૧લી જુલાઈથી અમલી બનશે. ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨ લાખ જેટલા પેન્શનરોને આ નિર્ણયથી ફાયદો થશે. કર્મચારીઓ લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. મોંઘવારી ભથ્થુ એ છે કે સરકારી કર્મચારીઓના જીવન સ્તરને સુધારો કરવા માટે આપવામાં આવે છે. આ રકમ એટલા માટે આપવામાં આવે છે કે મોંઘવારી વધે છતા કર્મચારીઓની રહેણી કરણીના સ્તરમાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ન પડે.

Tags :