02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી માર્શલ જીપ ઝડપાઇ

થરાદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી માર્શલ જીપ ઝડપાઇ   15/03/2019

 
 
 
 
 
 
 
 
                  બુધવારની રાતના અગિયાર વાગ્યાના સુમારે થરાદના મહિલા પી.એસ.આઇ. કે.કે.રાઠોડ અને કર્મચારીઓ ભરતભાઇ કેશાભાઇ,સરદારસિંહ ગણેશાજી નગરમાં પેટ્રોલિંગમાં હતાં. આ વખતે નગરના હાર્દસમા બળીયા હનુમાન ગોળાઇમાં આવતાં બસસ્ટેશન તરફથી જીજે.૦ર.કે. પ૧૪પ નંબરની માર્શલ જીપ આવતાં તેના પર શંકા જતાં તેને અટકાવવા ઇશારો કરતાં ભાગેલો ચાલક શહેરના વિજય બિઝનેશ શોપીંગના આગળના ભાગે ગાડી મુકી અંધારાનો લાભ લઇને નાસી છુટ્યો હતો. પોલીસે ચેક કરતાં જીપમાંથી ૧૪ પેટીમાં રહેલો રૂપીયા ૭૦૨૦૦ની કિંમતનો ૬૮૨ બોટલ જથ્થો મળી આવતાં એક લાખની કાર સહિત કુલ રૂપીયા ૧૭૦૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :