ડીસા ગાયત્રી મંદિર નજીક ધોળાં દિવસે ખેડૂત લૂંટાયો

ડીસા : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધુને વધુ  ઊંચકાઈ રહ્યો છે વધતી જતી ગુનાખોરીને લઈ પ્રજા ભયના ઓથાર તળે જીવી રહી છે.ધોળે દિવસે ગુનેગારો એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે.જેમાં ચોરી, લૂંટ,અપરહણ, મારામારી, ચેન સ્નેચિંગ તેમજ છેતરપિંડી ની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે બુધવારે ૧૧ વાગ્યાના સુમારે ડીસાના ગાયત્રી મદિરથી ત્રણ હનુમાન મંદિર તરફ જતા માર્ગ ઉપર ઢેઢાલ ગામના ખેડૂત જીવરામભાઈ ધર્માંભાઈ પ્રજાપતિ  ડીસા ખાતે પોતાના સંબધીને મળવા આવ્યા હતા અને ડીસા ગાયત્રી મંદિર નજીકથી ત્રણ હનુમાન મંદિર તરફના માર્ગ ઉપર  ઉભા હતા તે દરમીયાન એક અજાણ્યો શખ્સ તેમની નજીક આવી તેમને કોઈ વસ્તુ સુંઘાડી  દેતા તેઓ બેભાન બની ગયા હતા અને થોડી વાર પછી ભાનમાં આવતા તેમના કાનમાં રહેલી સોનાની મરકી, હાથમાં રહેલી  ચાંદીની વીંટી અને ખસામાં રાખેલ રોકડ  લઈ કોઈ શખ્સ ફરાર થઈ જતા તેઓ ગભરાઈ ગયા હતા અને આ ઘટનાની જાણ તેમના સગાને કરી હતી.બાદમાં આ બાબતની ફરિયાદ કરવા તેઓ ઉત્તર પોલિસ મથકે દોડી આવ્યા હતા જોકે આ મામલે પોલીસે પીડિત એવા  જીવરામભાઈની રજુઆતના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.