વડગામમાં દુકાનમાંથી ૬૦,૦૦૦ ભરેલા પર્સની ઉઠાંતરીથી ચકચાર

વડગામ : વડગામ ખાતે આવેલ એક જનરલ સ્ટોરમાંથી દુકાન માલિકની નજર ચૂકવી દુકાનમાં પડેલ રૂ.૬૦ હજાર ભરેલ પર્સ ગઠિયો ઉઠાવી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.  દુકાન માલિકે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ વડગામ પોલિસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી.
વડગામ પોલિસ સૂત્રો દ્ધારા મળતી હકીકત મુજબ વડગામ બસ સ્ટેન્ડ સામેના  શિવ કોમ્પલેક્ષમાં આવેલી રામદેવ જનરલ સ્ટોર નામની દુકાનના માલિક શનિવારે બપોરેના સમયે પાલનપુરથી શટલગાડીમાં આવેલ પોતાનું ટિફિન લેવા સામે આવેલી લાલાભાઈની દુકાને ગયેલા તે સમયે એક અજણ્યો ઈસમ દુકાનના  કબાટમાં પડેલ રૂ.૬૦ હજાર ભરેલ પર્સ ઉઠાવી ફરાર  થઈ ગયો હતો. જાકે આ બાબતની જાણ  દુકાન માલિકને  પોતાનો પૈસા બેન્કમાં ભરવા પર્સ કાઢવા જતા થઈ હતી. જેથી ચોરી થયા નું જણાતા પોલીસને જાણ કરી હતી. જાકે આસપાસના સીસીટીવી કુટેજ આધારે એક  બાઈક સવાર ઉંમર   આશરે ૪૦થી ૪પ વર્ષનો ઈસમ પર્સ ઉઠાવી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાન દુકાન માલિક સુરેશકુમાર તારાચંદ મહેશ્વરી અજાણ્યા ચોર ઈસમ સામે વડગામ પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. ટ્રાફિકથી ભરચક રહેતા વડગામ બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી પર્સની ઉઠાંતરીથી ચકચાર મચવા સાથે  પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠતા પામ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.