02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠામાં વાતાવરણ પલટાતા ખેડૂતોમાં ચિંતા

સાબરકાંઠામાં વાતાવરણ પલટાતા ખેડૂતોમાં ચિંતા   15/03/2019

 
 
 
 
                    પ્રાંતિજ , હિંમતનગર સહિત અન્ય ઠેકાણે છાંટા પડતા ખેડૂતોની મનોસ્થિતી બદલાઈ જો માવઠું થાયતો ઘઉ સહિતના અન્ય પાકોનો સોથ વળી જશે 
આ વર્ષ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ અવારનવાર વાતાવરણમાં આવી રહેલા પલટા ને કારણે ખેડૂતો ચેનથી જીવી શકતા નથી અને મહામુલા પાકને વાતાવરણના પલટાથી થનારૂ નુકશાન અટકે તે માટે પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે . દરમિયાન બુધવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે આખો દિવસ વાદળોથી ઘેરાયેલો રહ્યો હતો અને બપોરના સુમારે તો ચોમાસુ હોય તેમ દિવસે પણ અંધારા જેવુ થઈ ગયુ હતુઅને બપોરના સુમારે હિંમતનગર સહિત પ્રાંતિજ અને અન્ય સ્થળે વરસાદના છાંટા પડતા ખેડતોના જીવ અધ્ધર થઈ ગયા હતા . આ અંગેની વિગત એવી છેકે સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા ઓછા વરસાદને કારણે ખેડૂતોને પાકમાં સિંચાઈ આપવા માટે જોઇતુ પાણી પુરતુ ન હોવાને કારણે ખેડૂતોએ ગમે તેમ કરીને વાવેતર કર્યુ હતુ ત્યારબાદ શીયાળામાં ઘઉનું વાવેતર કરાયા બાદ બોરકુવાઓમાં પાણી નીચા જતા રહેતા મહામુસીબતે ખેડૂતોએ ઘી તૈયાર કર્યા છે અત્યારે જિલ્લામાં ઘઉંનું વાવેતર ૧૫ર્ર્ર્ હેક્ટરથી વધુ જમીનમાં થયેલું હોવાથી મોટાભાગના ઘઉ પાકી જવાની અણી પર છે . બરાબર આજ સમયે વાતાવરણમાં અવારનવાર આવી રહેલા પલટાથી ઘઉના પાકને આંશિક નુકશાન થયુ છે દરમિયાન
 બુધવારે ફરીથી વાતાવરણમાં આવેલા પલટાને લીધે સાબરકાંઠામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને બપોરના સુમારે આકાશ વાદળોથી ઘેરાઈ ગયા બાદ અચાનક વરસાદના છાંટા પડવાનું શરૂ થઈ ગયુ હતું જેથી ખેડૂતવર્ગ ચિંતામાં મુકાઈ ગયો હતો જો આગામી દિવસોમાં માવઠુ થાય તો તેના કારણે ઘઉં , દિવેલા , વરીયાળી અને જીરૂના પાકને વ્યાપક નુકશાન થશે.

Tags :