જૂનાગઢના વિસાવદરમાંમાતાએ કૂવામાં ઝંપલાવ્યું, માતા સહિત 4ના મોત

જૂનાગઢના વિસાવદરમાં એક સામૂહિક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વિસાવદરમાં ઘર કંકાશના કારણે એક માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જેમાં હાલ મળી રહેલા અહેવાલ મુજબ માતા સહિત 4 બાળકોનું મોત થયું છે.
આ ઘટનાને પગલે 108 અને પોલીસ તાથા તરવૈયા સહિત કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કૂવામાંથી તેમના મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. 
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે એક માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઉંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાને પગલે ગામજનો અને આસપાસના લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા, અને કૂવામાંથી પાંચેય લોકોને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે માતાનું પણ મોત થયું છે. 
 
આ ઘટનામાં ઘરકંકાશના કારણે પરિણિતાએ પોતાના બાળકો સાથે જીવન ટૂંકાવવાનું કારણ સામે આવ્યું છે. તરવૈયાઓને એક બાળકને શોધવામાં સફળતા મળી હતી, આ સાથે અન્ય બે બાળકની લાશ પણ મળી આવી હતી. હાલ તરવૈયા માતા અને એક બાળકની કૂવામાં શોધખોળ કરી રહી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
 
 
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.