02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બાયોપિક બાદ હવે 'મોદી' નામની વેબ સિરીઝ આવશે: ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર

બાયોપિક બાદ હવે 'મોદી' નામની વેબ સિરીઝ આવશે: ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર   14/03/2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાયોપિક ખૂબ ચર્ચામાં છે. જેમાં વિવેક ઓબેરૉય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ત્યારે  ડિઝિટલ પ્લેટફોર્મ ઈરોસ નાઉની વેબ સિરીઝમાં પીએમ મોદીની કહાની જોવા મળશે. જેનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવી ચૂક્યું છે. 'મોદી' ટાઈટલથી બની રહેલા 10 એપિસોડની આ વેબ સિરીઝને ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ અને બેંચમાર્ક પિક્ચર્સના ઉમેશ શુક્લા અને આશિષ વાઘ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં વડાપ્રધાન મોદીનું પાત્ર મહેશ ઠાકોર ભજવશે. ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બનેલી આ વેબ સિરીઝનું ફર્સ્ટ સુક પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.     ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉના ટ્વીટર હેંડલ પર પોસ્ટર શેર કરતા લખ્યું કે, 'સામાન્ય માણસથી પીએમ સુધી, નેતા મોદીને જાણો છો, પરંતુ શું તમે તે માણસને જાણો છો? ઇરોસ નાઉ ભારતના પીએમ પર સોથી વધારે માંગ ધરાવતી બાયોપિક મોદીની જાહેરાત કરી છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત મોદીના જીવનની અનકહી કહાનીની સાક્ષી બનનાર આ વેબ સીરિઝ એપ્રિલમાં રીલિઝ થશે.'     આ સાથે જ પોસ્ટરના થોડા સમય પહેલા ઈરોસ નાઉના ટ્વીટર હેન્ડલ પર જ વેબ સીરિઝની ઘણી તસવીરો શેર કરતા લખ્યું કે, 'એક અનકહી કહાનીની સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ. એપ્રિલ, 2019માં ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર 'મોદી' ટાઈટલથી બનેલી 10 એપિસોડની આ વેબ સીરિઝનું પ્રીમિયર હશે.

Tags :