02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ભાવનગર: જેસરમાં દીપડાએ વરસાવ્યો કાળો કેર, 5 વર્ષીય બાળકને ફાડી ખાધો

ભાવનગર: જેસરમાં દીપડાએ વરસાવ્યો કાળો કેર, 5 વર્ષીય બાળકને ફાડી ખાધો   07/08/2018

ભાવનગર જિલ્લાના જેસરમાં દીપડાએ કાળો કેર વર્તાવ્યો છે. અહીં દીપડાએ એક 5 વર્ષીય બાળકને ફાડી ખાતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે બાળક પોતાના પરિવાર સાથે બહાર સૂતો હતો. હાલ વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના જેસર ગામે રહેતા કનુભાઇ રાઘુભાઇ બારૈયાનો પરિવાર સોમવારે રાત્રે ઘરની બહાર સૂતો હતો. ત્યારે મોડી રાત્રે દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો. ઘરની ખુલ્લામાં સૂતેલા કનુભાઇના ચાર વર્ષના પુત્ર નયનને ઉપાડી ગયો હતો.
 
ઘટનાની જાણ થતા પરિવારે નયનની શોધખોળ કરતા તેનો મૃતદેહ ગામ બહાર મળી આવ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :