૧૫૦મી ગાંધી જયંતિ નિમિત્તે રીલાયન્સ ફાઉન્ડેશન અને મેઘરજ તાલુકા પંચાયત દ્વારા " સ્વચ્છતા હી સેવા "કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં રીલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી  સરકારી તંત્ર સાથે જોડાઈ  સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન આપવાનો પ્રયત્ન હાથ ધરાઈ રહેલ છે.તાજેતરમાં  રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ અનોખી રીતે ઉજવણી કરવાની પહેલ કરવાની શરૂઆત  કરવામાં આવી છે,જેમાં રીલાયન્સ ફાઉન્ડેશનના કાર્ય વિસ્તારના ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અને સફાઈ અભિયાન દ્વારા  અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાના ગામોમાં  સ્વચ્છતા રથ  માધ્યમે ગામો ગામ લોકોના ઘર ઘર સુધી  સ્વચ્છતા સંદેશ આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો , જેમાં ગામો ગામ લોકોએ તેના વધામણાં કરી રથ સાથે જોડાઈ શ્રમદાન, રેલી ,બાળકો સાથે વિવિધ કવીઝ સ્પર્ધા કરી, ઘર ઘર સુધી સ્વચ્છતાં સંદેશ પહોંચાડવાનો ભગીરથ  પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા રથની શરૂઆત ગત ૧૫ સપ્ટેમ્બરમાં મેઘરજ મામલતદાર કચેરી સ્ટાફ ગણની ઉપસ્થિતિમાં મામલતદારશ્રી વનરાજસિંહ ચાવડા દ્વારા સ્વચ્છતા રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું , જે સ્વચ્છતા રથ ,નિર્ધારિત કરેલ કાર્યક્રમ મુજબ સતત એક પખવાડિયુ રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્ય વિસ્તારના છેવાડાના ગામોમાં સ્વચ્છતા રથ માધ્યમે લોકસંદેશ દ્વારા લોકજાગૃતિ કરવાની કામગીરી કરવામાં આવી હતી જે પખવાડિયાક  કાર્યક્રમની પુર્ણાહુતીના ભાગરૂપે મેઘરજ  તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતમાં  મેઘરજમાં નગર પાલિકા સાથે જોડાઈ  મેઘરજ ખાતે આયોજન મુજબ સ્વચ્છતા રેલી,શ્રમદાન  પ્લાસ્ટીક પ્રદુષણ જાગૃતિ વગેરે કાર્યક્રમો હાથ ધરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો જેમાં અંદાજીત ૧૫૦૦ જેટલા લોકો સહભાગી થઈ ગાંધી જયંતિ નિમિતે ગાંધી વિચારને વર્તનમાં અમલીકરણ કરીને અંજલિ આપવાનો પ્રયત્ન કર્યો હતો . ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા મેઘરજ મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી  સી.ડી.પી.ઓ અધિકારી  અરવલ્લી જિલ્લાના ઇફકોના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં મેઘરજની તમામ માધ્યમિક શાળાઓના બાળકો , ,ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત મેઘરજ નગરપાલિકા, પી. એચ. સી,સી.એચ.સી વગેરે વિભાગો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા  ભારે જહેમત ઉઠાવી નોંધપાત્ર  પ્રયત્નો હાથ ધર્યો હતા..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.