દાંતીવાડાના જેગોલ ખાતે ઠાકોર સમાજના 12 ગામો દ્વારા બંધારણની રચના કરાઈ છે. જે બાદ ઠાકોર સમાજના અગ્રણીએ ફેસબુકમાં દીકરીઓ વિષે વિવાદિત પોસ્ટ મૂકતા ભારે ચકચાર જાગી છે. અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો, દીકરી દૂધ પીતી બસ : નવધનજી ઠાકોર,પ્રમુખ AKTAS પોસ્ટ ફેસબુકમાં વાયરલ થતા અનેક આગેવાનોએ ફેસબુક ચેટિંગમાં નવઘણજી ઠાકોરના આ નિવેદનને વખોડ્યુ છે. જોકે, ફેસબુકમાંથી ડીલેટ પોસ્ટના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે. અત્યારના બેટી બચાવો અભિયાન વચ્ચે ખુલ્લેઆમ દીકરીને દૂધ પીતી કરવાની હિમાયતથી નવઘણજીની મુસીબતોમાં વધારો થાય તેવી શક્યતા છે. સરકારના મહિલા બાળ આયોગ આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે. નવઘણજી ઠાકોર નવનિયુક્ત રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર દ્વારા બનાવાયેલ સંગઠન અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ છે.