02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સાંતલપુર તાલુકાના કિલાણામાં પીવાના પાણીની સમસ્યા

સાંતલપુર તાલુકાના કિલાણામાં પીવાના પાણીની સમસ્યા   25/06/2019

રાધનપુર : સાંતલપુર તાલુકાના કિલાણા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવા પામી  છે.આ ગામ પાસેથી નર્મદા યોજનાની મેઈન કેનાલ પસાર થઇ રહી છે,આ કેનાલમાં જયારે પાણી બંધ કરવામાં આવે છે ત્યારે કેનાલનો જે ભાગ ગામમાંથી પસાર થાય છે તેમાં પાણી ભરી રાખવામાં આવતું નથી,પરંતુ ગામની બંને છેડેથી કેનાલને બંધ કરીને બંને બાજુ પાણી ભરેલું રાખવામાં આવે છે અને બંને બાજુના કેનાલના દરવાજા બંધ રાખવામાં આવે છે.જેના કારણે આ ગામના લોકો અને પશુઓ પાણી વિના વલખા મારી રહ્યા છે.ગામના ઊંચાડા વાસમાં દલિત સમાજ રહે છે,તેમને કેનાલમાં પાણી ના હોય ત્યારે પીવાનું પાણી પહોંચતું જ નથી.આ બાબતે નર્મદા યોજનાના  કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

Tags :