જામનગરમાં બે કોન્સ્ટેબલલાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે સકંજો યથાવત્ છે. જામનગર SOGના બે કોન્સ્ટેબલ રૂ.1.25 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે. કોન્સ્ટેબર ભગીરથસિંહ જાડેજા અને જોગેન્દ્રસિંહ ચૌહાણને ACBએ ઝડપ્યા છે. પિસ્તોલ પ્રકરણમાં નામ ન લખવા આરોપી પાસેથી 7 લાખની લાંચ માંગી હતી. આ અગાઉ રૂપિયા 5.75 લાખ રૂપિયાનો હપ્તો લાંચ રૂપે લીધો હતો.
 
આ કામના ફરીયાદીને ત્યાં કામ કરતો માણસ આ ફરિયાદી નું મોટર સાયકલ સાથે પિસ્તોલ સાથે જામનગર એસઓજીમા પકડાયેલ. આ ગુન્હામા ફરિયાદીનું નામ નહિ ખોલવાના આર્મ્સ એક્ટમાં પકડાયેલ માણસને હેરાન નહિ કરવાનો તથા મોટરસાયકલ સાહેબને કહીને પાછુ આપવાના પેટે રૂ 7,00,000ની માંગણી કરેલ અને ઓછું કરવાનું કહેતા અમારા પીએસઆઈ નહિ માને તેમ કહીને બે દિવસ અગાઉ લાંચના 3,50,000 લીધેલ, એક દિવસ અગાઉ 2,25,૦૦૦ લીધેલ અને બાકીના 1,25,000ની લાંચની માંગણી આરોપીઓ કરતા જે બાબતે ફરીયાદીએ એસીબીમા ફરીયાદ કરતા એસીબીએ આજરોજ લાંચનું છટકુ ગોઠવતા આરોપીઓએ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂપિયા 1,25,000 સ્વીકારી એક બીજાની મદદગારી કરી પકડાઈ ગયા હતાં
 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.