નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, વિવિધ બ્રાન્ડમાં નકલી દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં છાશવારે માટી માત્રામાં દારૂ પકડાય છે. જોકે, જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ છે. નવાઇની બાબત એ છે કે, અલગ અલગ બ્રાન્ડની બોટલો હોય પરંતુ એમાં દારૂ તો એક જ ભરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે જૂનાગઢના કડિયાવાડની શેરીમાં દારૂ બનાવતી ફેક્ટરી હોવાની બાતમી મળી હતી. જોકે, બાતમીના આધારે દરોડા પાડતા ફેક્ટરીમાંથી લૂઝ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
 
બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાંથી નકલી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રેન્જ આઈજી અને પોલીસવડાની કડક સૂચના બાદ એસઓજીએ કડીયાવાડમાંથી નકલી ઈંગ્લીશ બનાવવાની ફેક્ટરી સાથે એક શખ્સને દબોચી લીધો છે.
 
પોલસીના જણાવ્યા પ્રમાણે આ લૂઝ દારૂમાં ડિસ્ટિલ્ડ વોટર ભેળવવામાં આવતું હતું અને લોકો જે બ્રાંડનો દારૂ માગે તે બ્રાંડના સ્ટીકર બોટલ પર લગાવીને દારૂ ભરીને પધરાવી દેવામા આવતો હતો. આમ દારૂની બોટલ પર સ્ટીકર અલગ અલગ બ્રાંડનાં લગાવવામાં આવતા હતા પરંતુ બોટલમાં દારૂ એક સરખો જ ભરવામા આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
 
એસઓજીએ એ ડિવિઝન પોલીસને સાથે રાખી કડીયાવાડની ડબગર શેરીમાં રહેતા સન્ની સોંદરવાનાં ઘરે રેડ પાડી હતી. જ્યાં સન્ની સોંદરવાના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની રોયલ સ્ટેગ બ્રાંડની 838 નંગ નકલી દારૂની બોટલ મળી આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.