હાર્દિક પટેલના સમર્થનમાં બનાસકાંઠા જીલ્લાના થરાદના સત્તર વર્ષીય યુવક નમન પટેલે આજે પોતાના નિવાસ સ્થાને આઠ
દિવસના ઉપવાસ બાદ કોંગ્રેસના નેતા ડી.ડી.રાજપૂતના હસ્તે પારણું કર્યું હતું.
બે દિવસ અગાઉ મીડિયા સમક્ષ નમન પટેલે પોતાના પિતાની મજાકને મન પર લઇને ઉપવાસ શરુ કર્યા હોવાનું જણાવ્યું હતું. જયારે તેની બેહેન શ્રુતિએ કહ્યું હતું કે હાર્દિક જમશે પછી જ મારો ભાઈ અન્નનો દાણો લેશે, હાર્દિક પટેલ જો સમાજની ચિંતા કરતો હોય તો આપણે પણ તેને સહકાર આપવો જોઈએ.
નમન પટેલે જણાવ્યું હતું કે મારા સમાજે મને સમજાવતા અને હાર્દિક પટેલે પણ પોતાના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલ તમામને પારણા કરવા વિનંતી કરેલ જેથી મેં આજે પારણું કરેલ છે. આમ નમન પટેલના ઉપવાસ આંદોલનનો નાટકીય અંત આવ્યો હતો.