હેલ્મેટ સર્કલ પાસે બહુમાળી બિલ્ડિંગમાં આગ, માં ૮ દુકાનો બળીને ખાક

માનવમંદિર પાસે હેલ્મેટ સર્કલ નજીક આવેલા રૂદ્દ આર્કેડ-બીમાં રવિવારે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ ઈન્ડિયન બેંકના એટીએમમાબીજા માળ સુધીની ઓફીસ અને દૂકાનો આગની જવાળાઓની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
બેંક એટીએમમાં પડેલા રૂ.૨૫ લાખની રોક્ડ, બે કલિનીક સહીત ૮ દૂકાનોના એસી, ડોક્યુમેન્ટસ, ઈલેક્ટ્રીક વાયરો, ફર્નિચર સહીતનો સરસામાન બળી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે. ફાયરબ્રિગેડને સવારે ૮ વાગ્યે મેસેજ મળતાં સ્થળ પર પહોંચી હતી.
 
એફએસએેલએ આગ એટીએમ મશિનમાં શોર્ટ ર્સિકટથી લાગ્યાનું અને કોમ્પ્લેક્સમાં ફાઈબર ગ્લાસ હોવાથી આગ ઝડપી પ્રસરી હતી.
 
ઈન્ડિયન બેંકની બાજૂમાં દૂકાન નં-૨૫માં આવેલા બેંકના એટીએમમાં અચાનક આગ લાગીને ગણતરીની મિનીટમાં આગની જવાળાઓ બીજા માળ સુધી પહોંચી હતી. બનાવને પગલે ફાયરબિગ્રેડ અને ઘાટલોડિયા પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી.ફાયરની ટીમે ત્રણ કલાની જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી.
 
આગને પગલે બેંક એટીએમ અને બીએનએ (બન્ચ નોટ એસેપ્ટર)મશિન,શક્તિ ફિટનેસ સર્જીકલ સેન્ટર,ખાલી દૂકાન,ડો,રોહનનું વાસુપૂજય ડેન્ટલ કલિનીક,ડો હર્ષવર્ધનનું કલિનીક,એડવોકેટ જે.જે.પટેલ અને યોગીની પરીખની ઓફીસ,મણિભદ્ર અર્થ એન્ડ મૂવર્સની ઓફીસ આગની ચપેટમાં આવી હતી.  સવારે આગ લાગી હોવાથી રોડ પર ટ્રાફિક અને કોમ્પ્લેક્સમાં અવરજવર ન હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.
 
જો કે, બનાવને પગલે કોમ્પેલેક્સમાં આવેલી ગાયનેક હોસ્પિટલો મે અને સન ફલાવર હોસ્પિટલમાં દોડધામ મચી હતી. આ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી અને બાળકોને કારણે ભયનો માહોલ સર્જાયો અને અફરાતફરી મચી હતી. જો કે, ફાયરની ટીમે આ તમામને સુરક્ષીત રૂમમાં ખસેડી દીધા હતા. પોલીસે ૧૦ દિવસની રજા પર ઉતરેલા ઈન્ડિયન બેંક મેનેજરના નિવેદનને પગલે જાણવાજોગ એન્ટ્રી કરી તપાસ હાથ ધરી છે.
 
બેકની ટેકનિકલ ટીમ મુંબઇથી તપાસ કરવા આવશે 
 
એટીએમમાં ૨૫ લાખ રૂપિયા હોવાનુ ઘાટલોડીયા પોલીસે જણાવ્યુ છે. એટીએમનો બારકોડ પણ સળગી ગયો હોવાથી ઇન્ડિયન બેંકની ટેકનીકલ ટીમ મુંબઇથી બોલાવવામા આવી છે. મુંબઇથી ટીમ ધ્વારા બારકોડનુ લોક ખોલવામા આવશે ત્યારે જ સાચુ જાણી શકાય તેમ છે.
 
 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.