ગુજરાત ભાજપના પ્રમુખ ‘ચોકીદાર’ જીતુ વાઘાણીનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હાલ પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જ એમ.જે.કોલેજમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના પુત્ર રીપીટરની પરીક્ષા દરમિયાન કાપલીઓ સાથે ઝડપાઈ ગયેલ અને કોપી કેસ થતા ભાજપના આ નેતા ક્ષોભજનક Âસ્થતિમાં મુકાઈ ગયા છે.દરમિયાનમાં આ મામલો જીતુભાઈ વાઘાણીનું નામ જાડાયેલું હોવાને કારણે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એમ.કે. ભાવનગર યુનિ.માં તાજેતરમાં જ નવા કાયમી કુલપતિની નિમણુંક થવા પામી છે અને પરીક્ષા નિયમાનુસાર સમયસર લેવાય અને તેનું પરીણામ પણ સમય આવે તેવા સફળ પ્રયાસ કરવા બાંહેધરી આપી હતી. જે મુજબ ર૩ થી પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રારંભ થયો હતો. ભાવનગરની એમ.જે. કોમર્સ કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે બહારથી સાહીત્ય લાવી કોપી કરાઈ હોવાનું ધ્યાને આવતા વિદ્યાર્થીઓની ઝડતી  લઈ તપાસ કરતા પરીક્ષા સંબંધી કાપલીઓ મળી આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ.૧ માં અભ્યાસ કરતા અને રીપીટર તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઈ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. જાકે તુરંત જ પોતે પકડાતા કોલેજમાં હોબાળો પણ કર્યો હતો અને માઠા પરિણામ ભોગવવા પ્રાધ્યાપકને ધમકી આપી હોવાનું પણ જાણવા મળેલ છે.
આ અંગે એમ.જે.કોલેજના પ્રાધ્યાપક વાટલીયાનો સંપર્ક કરતાં બે રીંગો બાદ ફોન સ્વીચ ઓફ થયો હતો. જ્યારે રજીસ્ટ્રાર કૌશિકભાઈ ભટ્ટનો ફોન પણ નો રીપ્લાય જ મળતો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.