02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ચોટીલાના ઢોકળવામાં 500ની નકલી નોટો છાપતા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા

ચોટીલાના ઢોકળવામાં 500ની નકલી નોટો છાપતા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા   08/09/2019

ભાવનગર જિલ્લામાંથી નકલી નોટ સાથે ઝડપાયેલા બે શખ્સોની પુછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે નકલી નોટ છાપવામાં આવતી હોવાની વિગતો બહાર આવી હતી. આથી ભાવનગર પોલીસે ઢોકળવામાં દરોડો કરી રૂપિયા 500 ની 120 બનાવટી નોટો તેમજ નકલી નોટ છાપવાના સાહીત્ય સહીત કુલ રૂપિયા 1.30 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
 
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુંટવડા ગામેથી પોલીસે બે શખ્સોને રૂપિયા 2 હજારની 13 બનાવટી નોટો સાથે ઝડપી લીધા હતા. આ બનં શખ્સોની પુછપરછમાં તેઓને આ બનાવટી નોટ નેસવડ ગામના ચિરાગ ઉર્ફે મુન્નો જયેશભાઇ મકવાણાએ આપી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે ચિરાગને તેના ઘરેથી દબોચી લઇ કડક પુછપરછ કરતા ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બનાવટી નોટો છાપવામાં આવતી હોવાની કબુલાત કરી હતી. આથી ભાવનગર એસઓજી, એલસીબી સહીતની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઢોકળવા ગામે રહેતા જશાભાઇ રવજીભાઇ કોળીના ઘરે દરોડો કર્યો હતો.
 
જેમાં મકાન માલિક જશાભાઇ કોળી, લાઠીના પરેશભાઇ જગદીશભાઇ સોલંકી અને બગસરાના પ્રતિકભાઇ જગદીશભાઇ નકુમને નકલી નોટ છાપતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 500 ની 120 નકલી નોટો કબજે કરી હતી. તેમજ રૂપિયા 500,200 અને 100 ના દરની કાગળમાં છાપેલી નોટો જે કટીંગ કરવાની બાકી હોય તે ઉપરાંત નોટો છાપવા માટેના કોરા કાગળ, કલર પ્રિન્ટર, સ્કેનર અને એક બાઇક સહીત કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ઝડપાયેલા પરેશ સોલંકી અને પ્રતિક નકુમ અગાઉ પણ જાલીનોટના કેસમાં વોન્ટેડ હોવાની તેમજ પરેશ સોલંકી અગાઉ લાઠી પોલીસ સ્ટેશનમાં પોલીસ પર રાયોટીંગના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું. પોલીસના હાથે ઝડપાયેલા આ ત્રણેય શખ્સોની પુછપરછમાં નકલી નોટના કાળોબારની વધુ વિગતો બહાર આવે તેવી પણ પોલીસે આશા વ્યક્ત કરી છે. જ્યારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ભાવનગર પોલીસે નકલી નોટ છાપવાનો પર્દાફાસ કરતા જિલ્લાના પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઇ છે.

Tags :