સુરત બાળ તસ્કરી / ૧૨૫ બાળકોને રાજસ્થાન લઈ જવાયા, ૯ બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમમાં રખાયા

રવિવારે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના ૮૦થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા ૧૩૪ બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. ૨૦-૨૫ બાળકોને બે પલંગ મૂકી શકાય એટલા નાના રૂમમાં રાખવામાં આવતાં હતાં તેમજ બહાર જવાની પણ પરવાનગી ન હોવાથી આ બાળકો ૨ મહિનાથી રૂમમાં ગોંધાયેલા હતાં. ૧૨૫ બાળકો રાજસ્થાનનાં અને નવ બાળકો યુપી, બિહાર, ઝારખંડનાં હતાં. જેમાંથી ૧૨૫ બાળકોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. જ્યારે ૯ બાળકોને કતારગામ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આટલા મોટા દરોડા છતાં સુરતમાં એક પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નથી નોંધાયો અને ધરપકડ પણ નથી કરાઈ.રાજસ્થાનનાં બાળશ્રમિકો પાસેથી માહિતી મળી હતી કે, ઘણાં બધાં બાળકો પૂણામાં અર્ચના સ્કૂલ પાસે સીતારામ નગર નજીકની સોસાયટીઓમાં મજૂરી કામ કરે છે. તેથી પોલીસે પહેલા રાજસ્થાન બાળ આયોગ, બચપન બચાવો આંદોલન અને આસરા વિકાસ સંસ્થાની મદદથી સુરત આવીને ચાઇલ્ડ લાઇનની ટીમ સાથે પુણામાં રેકી કરી હતી. ત્યારબાદ દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ દરોડા વખતે કેટલાક બાળકો સૂતા હતા તો કેટલાક કામ કરી રહ્યા હતા. બાળકોએ ગભરાઈને સંતાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામની ઉંમર આઠથી ૧૭ વર્ષ છે. આ મજૂરી બદલ તેમના માતા-પિતાને માસિક રૂ. ૨,૫૦૦થી ૮,૦૦૦ આપવામાં આવતા હતા. આ ૧૩૪માંથી ૧૨૫ બાળક રાજસ્થાનનાં ઉદયપુર અને પાલીના છે. અહીં ફેક્ટરી માલિકોએ તેમને ગોંધી રાખ્યા હતા. તેમને બહાર નીકળવાની છૂટ ન હતી. બાળકો ભોજન પણ જાતે બનાવતી. બાળકોની સંખ્યા વધુ હોવાથી તેમને નામના બદલે નંબર અપાયા હતા. આ દરમિયાન પોલીસે આઠ પુખ્ય વયના લોકોના નિવેદન લઈને મુક્ત કરી દીધા હતા. રાજસ્થાન પોલીસ ૧૨૫ બાળકને બે બસમાં બેસાડીને રાજસ્થાન લઈ ગઈ હતી. જ્યારે ૯ બાળકને કતારગામ ખાતે આવેલા વૃંદ્ધાવન રણછોડદાસ પોપાવાલ ચિલ્ડ્રેન હોમમાં રાખવામાં આવ્યા છે.૧૩૪ બાળકો પૈકી ૧૨૫ બાળ મજુરોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. જ્યારે યુપી, બિહાર, ઝારખંડના ૯ બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. જેમનું સીડબલ્યુસી (ચાઇલ્ડ વેલ્ફેર કમિશન) દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવશે. કાઉન્સેલીંગમાં જો કોઇ બાળક દ્વારા મજૂરી સિવાય અન્ય કોઇ ગેરકાનુની કૃત્ય કરાવવામાં આવતું હશે તેવું જણાશે તો તે અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.ટેક્સટાઇલ ઉદ્યોગમાં જરદોશી વર્ક, સ્ટીચીંગનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરો પાસે કામ કરાવવાનો ચાર્જ વધી જાય છે. જેથી કેટલાક જોબવર્ક કોન્ટ્રાકટરો રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના દેશના અલગ-અલગ રાજ્યોમાંથી બાળકોને સુરત લઇ આવી બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.