ધાનેરાના થાવર ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

 ધાનેરાના થાવર ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
 
 
 
તા.પ્રતિ. ધાનેરા
ધાનેરાના થાવર ત્રણ રસ્તા પાસેથી, ધાનેરા પોલીસે લેલન કંપનીની ટ્રક ગાડીમાંથી ૧૩પ પેટી વિદેશી દારૂની ધરપકડ કરી હતી.
ટૂંકી હકીકત એવી છે કે ધાનેરા પી.આઈ.ને બાતમી મળતાં થાવર ત્રણ રસ્તે પી.આઈ.આર. કે. પાઠક, પી.એસ. આઈ. એન.સી. ચૌહાણ તથા સ્ટાફના દિનેશભાઈ જયંતીભાઈ, જશવંતસિંહ, ઈશ્વરભાઈ, અશોકભાઈ વિગેરેની ટીમ બનાવી થાવર ત્રણ રસ્તે નાકાબંધી કરતા બાતમીવાળી લેલન ટ્રક આવતાં તેને રોકી ટ્રકમાં અલગ પ્રકારના ખાના બનાવેલ તે ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની પેટી-૧૩પ બોટલ નંગ-૩ર૯પ (કિંમત રૂ.૬,પ૩,પ૦૦) તથા ૧૦ લાખની ગાડી સાથે ચાલક આરોપીનો મોબાઈલ કિંમત રૂ.પ૦૦ મળી કુલ રૂ.૧૬,પ૪ લાખનો ઝડપી પાડી ચાલક રીન્કુભાઈ રમેશકુમાર દેવકરણ ચમાર રહે ખૂર્દ (હરીયાણા)ની ધરપકડ કરી તપાસ શરૂ કરેલ.
ધાનેરા તથા દાંતીવાડા તાલુકા ગુજરાતની સરહદને અડીને તાલુકા મથકો છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.