ધાનેરા તાલુકાના શિયા ગામે કુહાડી મારી પરણિતાની કરપીણ હત્યા કરાઈ

ધાનેરા : બનાસકાંઠામાં વકરતી જતી ગુનાખોરી વચ્ચે આજે ધાનેરા તાલુકાના શિયા ગામે પણ પરણિત યુવતીને ખુદ પતિએ જ વહેમમાં ગળાના ભાગે કુહાડી મારી કરપીણ હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ હત્યાના ઉપરાઉપરી બનાવો બની રહ્યા છે. આજે વધુ એક યુવતીની હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. ધાનેરા તાલુકાના શિયા ગામના  પ્રતાપગિરી ગૌસ્વામી આજે પોતાના કામ અર્થે બહાર ગયા હતા એ વખતે સાંજે ચારેક વાગ્યાના સુમારે તેમના પુત્ર મણિગીરી,પુત્રવધુ રેખાબેન અને તેમનાં પત્ની ભીખીબેન ઘરે હતા એ દરમીયાન મણિગીરીએ  શંકાના આધારે પોતાની પત્નીને ઘરના પાછળના ભાગે લઈ જઈ ગળાના ભાગે કુહાડી મારી તેણીની ક્રૂર હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ તેમજ અગ્રણીઓએ ધાનેરા પોલીસ મથકમાં જાણ કરતા ધાનેરા પોલીસે શિયા ગામે દોડી જઇ હત્યારા મણિગીરીની અટકાયત કરી ધાનેરા પોલીસ મથકે લઈ જઇ હત્યાનું સાચું કારણ શોધવા માટે પોલીસે હત્યારા સહિત ઘરના સભ્યોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.