પેટ્રોલ પ્રતિલિટર રૂ. 7 જેટલું એક મહિનામાં થઈ શકે છે સસ્તું.

નવી દિલ્હી: છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે અને અહેવાલ અનુસાર આગામી એક મહિનામાં હજુ પણ પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૭ જેટલું સસ્તું થઇ શકે છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. આથી નિષ્ણાતોનું માનવું છે કે આગામી એક માસમાં દેશમાં પેટ્રોલના ભાવ પ્રતિલિટર રૂ. ૬થી ૭ જેટલા ઘટી શકે છે.

એક અહેવાલ અનુસાર ડીઝલ પેટ્રોલથી મોંઘું થઇ શકે છે. તેનું કારણ એ છે કે પેટ્રોલની તુલનાએ ડીલર મૂલ્ય પર ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ.૫થી ૬ વધુ છે, જોકે પેટ્રોલની તુલનાએ ડીઝલ પર ટેક્સ અને ડીલર કમિશન રૂ. ૧૧.૫૮ પ્રતિલિટર ઓછું છે.

આ કારણસર બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અત્યારે અંતર માત્ર રૂ. ૬.૫૨ છે. જો ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ વધશે તો બંને વચ્ચે આ અંતર ઘટી જશે અને પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થઇ શકે છે.

દરમિયાન ૩ ઓક્ટોબરે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિબેરલ ૮૬.૭૪ ડોલર હતો, જે હવે ૧૩ ટકાથી વધુ ઘટીને પ્રતિબેરલ ૭૬ ડોલરથી નીચે આવી ગયો છે. અજય કેડિયા જણાવે છે કે ક્રૂડ ઓઇલ હજુ પણ ઘટીને પ્રતિબેરલ ૭૦ ડોલર સુધી પહોંચી શકે છે અને આ સંજોગોમાં રૂપિયો વધુ સસ્તો થઇ શકે છે.

અમેરિકન ડોલર સામે રૂપિયો ઘટીને ૭૨.૫૦ સુધી આવી શકે છે તેથી દેશમાં પેટ્રોલના ભાવ રૂ. ૬થી ૭ ઘટવાનું અનુમાન છે, જોકે સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂ. એકની રાહત પાછી ખેંચવા પણ કહી શકે છે.

એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ ત્રણ આધારે પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ, દેશમાં ઇમ્પોર્ટ કરતી વખતે ભારતીય રૂપિયાની ડોલરની તુલનાએ કિંમત અને વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો સમાવેશ થાય છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.