02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / જયનારાયણ વ્યાસે ભાજપનો ખેસ પહેવાની કેમ ના પાડી ?

જયનારાયણ વ્યાસે ભાજપનો ખેસ પહેવાની કેમ ના પાડી ?   17/03/2019

 
આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો જ ઓળખાવું એ જરૂરી નથી ઃ વ્યાસ 
 
ભાજપના નિરીક્ષકો વડોદરામાં ભાજપના હોદ્દેદારોની સેન્સ લઈ રહ્યાં હતા ત્યારે આ પૂર્વે ભાજપનો ખેસ ફેરવાને લઈને એક વિવાદ બહાર આવ્યો છે   વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જ્યારે જય નારાયણ વ્યાસને ખેસ પહેરવાનું કહ્યું, ત્યારે જયનારાયણ વ્યાસે ખેસ પહેરવાને લઈને મનાઈ કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, હું ખેસ પહેરું તો જ ભાજપનો કહેવાવું એવું જરૂરી નથી. આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો જ ઓળખાવું એ પણ જરૂરી નથી. લોકો મને ઓળખે જ છે. આ તમામ સંવાદ કેમેરામાં કેદ થયા છે.      અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો વિવાદનું કારણ બને તો તેમાં નવાઈ નથી. કહેવાય છે કે, વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જયનારાયણ વ્યાસને ભાજપ દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યાં હતાં. ૨૦૧૨માં વ્યાસને સિદ્ધપુર બેઠકથી નહોતું લડવું પણ ભાજપે તેમને સિદ્ધપુરથી જ ટિકિટ આપી હતી અને ચૂંટણી પરિણામમાં વ્યાસની હાર થઈ હતી.

Tags :