02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર હવામાન વિભાગની વાવાઝોડાની આગાહીના પગલે સજ્જ

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર હવામાન વિભાગની વાવાઝોડાની આગાહીના પગલે સજ્જ   10/05/2019

હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં શુક્રવાર થી રવિવારના દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને કુદરતી હોનારત સામે ઓછામાં ઓછું નુકશાન થાય તેની તકેદારીના ભાગરૂપે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન સતત નજર રાખી રહ્યા છે
           અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો અને લગ્નપ્રસંગ પરિવારોમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં પાકમાં ભારે નુકસાની અને ખેતરમાં ઉભા પાકમાં રોગ આવી જવાની શક્યતા ઉભી થવાની સાથે ખેતરોમાં ખેત પેદાશોનો ઢગલો કરી રાખનાર ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે
 
        મોડાસા માર્કેટયાર્ડ હવામાન વિભાગની વાવાઝોડા અને માવઠા સહિતની આગાહીના પગલે તકેદારીના ભાગરૂપે ખેડૂતો અને વેપારીઓને માલ-મિલકતની તકેદારી રાખવા સર્ક્યુલેશન બહાર પાડવામાં આવ્યો છે અને વેપારીઓ અને ખેડૂતોને માર્કેટયાર્ડ દ્વારા તકેદારી રાખવા સૂચના આપી છે

Tags :