02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / પેપળુ અને ગોઢા ગામે ઝાંયણીના લોકમેળા ભરાશે

પેપળુ અને ગોઢા ગામે ઝાંયણીના લોકમેળા ભરાશે   07/11/2018

 
 
               આપણી હિન્દુ સંસ્કૃતિની પ્રજા તહેવારોની ઉજવણી જબરજસ્ત રીતે કરે છે ભાતીગળ લોક સંસ્કૃતિમાં મેળાનું આગવુ સ્થાન રહેલુ છે સામાન્ય ગ્રામ્ય પ્રદેશમાં ભરાતા મેળામાં ઠાઠમાઠથી લોકો મહાલતા હોય છે. ત્યારે લાખણી તાલુકાના ગોઢા અને પેપળુ ગામે નવાવર્ષના મેળા ભરાય છે જે આ પંથકની આગવી ઓળખ સમાન છે. 
ભાઈબીજના પવિત્ર દિવસે ગોઢા ગામમાં ઓગડનાથના મંદિરે વર્ષોથી મેળો ભરાય છે આ વર્ષે તા.૯/૧૧/ર૦૧૮ ને શુક્રવારના રોજ ભરાનાર છે જે બાબતે ગોઢાના સરપંચ માલાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા મુજબ ભાઈબીજનો મેળો ભરાય છે જેની ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સગવડ ઉભી કરવામાં આવે છે. સામાજીક સ્વય સેવકો, ગામના આગેવાનો યુવાનો દ્વારા સંપૂર્ણ સહકાર સાથે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભીલડી નજીકના પેપળુ ધામમાં નકળંગ મહારાજનો મોટો મેળો ભરાય છે બેસતા વર્ષની રાત્રે પેપળુમાં મુડેઠા ગામના દરબારભાઈઓ વર્ષોના કોલ પ્રમાણે ઘોડેસવારી કરી પેપળુ ધામમાં આવી તેમની પરંપરાગત રીતને અનુસરે છે અનેક ઘોડાઓ ઉંટો સાથે બખ્તર ધારણ કરીને આવતા દરબારભાઈઓનું નકળંગ ધામમાં મહંત દ્વારા સ્વાગત સાથે તિલક વિધિ કરવામાં આવે છે જેને જાવા રાત્રે હજારોની જનમેદની ઉમટી પડે છે અને મોડી રાત સુધી લોક મેળો ભરાય છે બીજા દિવસે ભાઈબીજના હજારો લોકો દર્શન કરવા ઉમટી પડતા સમગ્ર દિવસ દરમિયાન મેળાનો માહોલ જામતો રહે છે આ બંને મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

Tags :