શંખેશ્વર કોલેજમાં ટ્રેડિશનલ તથા ગરબા ડેની ઉજવણી

શ્રી એન.એમ.શાહ આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય ર્ડા.રાજેશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ ડેની ઉજવણી અંતર્ગત  પ્રથમ દિવસે ટ્રેડિશનલ તથા ગરબા ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ પરંપરાગત પહેરવેશ પહેરીને ઉપÂસ્થત રહ્યા હતા. તેમજ ઉત્સાહપૂર્વક આ ડેની ઉજવણી કરી હતી. વઢિયાર પંથકના જુદા-જુદા પહેરવંશની ખૂબ સુંદર ઝલક આ ટ્રેડિશનલ ડે માં જાવા મળી હતી. આ સાથે ગરબા ડે નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહને પ્રોત્સાહિત કરવા માટે  વિદ્યાર્થીઓના વિવિધ પહેરવેશને ધ્યાનમાં રાખીને તથા ગરબા રમવામાં સારૂ પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે ચૌધરી રિન્કુ, રાવલ નેહા, વણકર હિરલ, બીજા ક્રમે સલિયા ભૂમિક, શાહ ખુશ્બુ, ચાવડા મંજુલા તથા ત્રીજા ક્રમે કેસરિયા શ્રદ્ધા સુરેલા કરમશી, ઠાકોર રવિ વગેરે વિજેતા બન્યા હતા. આ ટ્રેડિશનલ ડે નિમિત્તે શાળાના સંચાલક નવીનભાઈ ભોજકે ઉપÂસ્થત રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમના મુખ્ય કન્વીનર તરીકે ર્ડા.કુંજલ ત્રિવેદી તથા ર્ડા.મૂળજીભાઈ પટેલ રહ્યા હતા.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.