02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / 'સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગનાર કોંગ્રેસના આગેવાનોને બોંબ સાથે બાંધીને ફેંકી દો' : મંત્રી દિલીપ ઠાકોરનો બફાટ

'સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગનાર કોંગ્રેસના આગેવાનોને બોંબ સાથે બાંધીને ફેંકી દો' : મંત્રી દિલીપ ઠાકોરનો બફાટ   04/04/2019

પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા એમ. એન. હાઈસ્કૂલ બહાર સભાનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, ઇડરના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેન કનોડિયા, પ્રદેશ સભ્ય શંકરભાઈ  ચૌધરી સહીત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે કોંગ્રેસ પર બફાટ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સાબિતી માંગે છે તેવા કોંગ્રેસના આગેવાનોને સ્ટ્રાઈક દરમિયાન વિમાનની નીચે બાંધી આતંકવાદીઓના વિસ્તારમાં બૉમ્બ સાથે ફેંકી દેવા જોઈએ. વધુમાં પાકિસ્તાનરૂપી કોંગ્રેસને મતદાન રૂપી હુમલો કરી ક્યાંય ગણતરીમાં ના રહેવા દેવાનું કહ્યું હતું.

Tags :