02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખપદે પુનઃ સુરેશ પટેલની નિમણુંક

પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખપદે પુનઃ સુરેશ પટેલની નિમણુંક   03/08/2018

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કાંગ્રેસે પણ સંગઠન મજબૂત કરવા કેટલાક શહેર અને જિલ્લા સંગઠનમાં ફેરબદલ કરી છે. ત્યારે પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખપદે પુનઃ સુરેશ પટેલની વરણી કરાઈ હોવાના અહેવાલ સાંપડ્‌યા છે. પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખપદે થી મુકેશ ચૌહાણને દૂર કરી તેઓની જગ્યાએ સુરેશચંદ્ર. એસ. પટેલની પુનઃ નિમણુંક કરાતા કાંગી કાર્યકરોમાં ચકચાર મચી જવા પામી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ ૧૭મી જુલાઈના રોજ પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખપદે સુરેશચંદ્ર શંકરલાલ પટેલની નિમણુંક કરાઈ છે. 
અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી ટાણે શહેર કાંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણને હટાવી સુરેશચંદ્ર પટેલની નિમણુંક કરાઈ હતી. જોકે, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સામે આક્ષેપો સાથે ભારે વિવાદ થતા કાંગ્રેસે શહેર કાંગ્રેસ પ્રમુખપદે મુકેશ ચૌહાણને જીવતદાન આપ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ ફરીએકવાર મુકેશ ચૌહાણને પાણીચું પકડાવવાનો કાંગ્રેસનો નિર્ણય અંતિમ બની રહેશે કે ફરી કાંગ્રેસ પારોઠના પગલાં ભરશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Tags :