02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં ૪૩ ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ

ડીસામાં ૪૩ ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ   28/05/2019

રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમી પડે છે ઉનાળાની ઉતરાર્ધમાં પણ સૂરજદાદા સવારથી જ અગનગોળા વરસાવે છે જે સન સ્ટ્રોકથી આમપ્રજા સહિત પશુ પઁખી જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગરમીના પ્રકોપથી ત્રસ્ત પ્રજા બપોરના સુમારે તો બહાર નીકળવાનું ટાળે છે તેથી ટ્રાફિકથી સતત ધમધમતા શહેરી માર્ગો પણ સુમસામ ભાસે છે જેના કારણે કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે સતત આકરી ગરમીથી ગરમીજન્ય બીમારીઓનો પણ ઉપદ્રવ વધી જવા પામ્યો છે  તેથી એમ પ્રજા બાનમાં મુકાઈ છે તેમાપણ ગઈકાલે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જતા પ્રજા પરસેવે રેબઝેબ થઇ ઉઠી હતી સુરજદાદાનું રૌદ્ર સ્વરૂપ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે તેથી નજીકના સમયમાં પ્રજાને ગરમીમાં રાહત મળે તેમ નથી જેના કારણે ગરમીથી કન્ટાળેલી પ્રજા વહેલા વરસાદની પ્રાર્થના કરવા લાગી છે.

Tags :