02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

પાટણ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ   18/09/2018

 પાટણ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
 
 
પાટણ
જિલ્લા મથક પાટણ ખાતે યોજાયેલી સંકલનની મીટીંગમાં પાટણ જિલ્લામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ સેવા સેતુ કાર્યક્રમમાં પંચાયત, મહેસુલ, પશુપાલન વિભાગોની કામગીરીની સરાહના કરી હતી.  
આ બેઠકમાં કલેકટર આનંદ પટેલે પાટણ જિલ્લામાં તા. ૧૫/૦૯/૨૦૧૮ થી તા. ૦૨/૧૦/૨૦૧૮ સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.ફરિયાદ સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહેવા પાટણના ધારાસભ્યશ્રી ર્ડા.કિરીટભાઇ પટેલ અને સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તેમના વિસ્તારોના લોક પ્રશ્નોની રજુઆત કરી હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ સાંસદ અને ધારાસભ્યોના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલવા અને તે બાબતે તેમના સંપર્કમાં રહી કામોને અગ્રતાથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
 તેમજ કચેરીના લગતાં પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને કર્મચારીઓના પેન્શનના પ્રશ્નો, વસુલાતના પ્રશ્નો, ખાતાકીય તપાસ કર્યાની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખવિનુભાઇ પ્રજાપતિ,  જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા, પ્રાંત અધિકારીઓ, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :