ચાર વર્ષમાં 3000 કરોડનો ખર્ચ છતાં મેટ્રો દોડી શકી નથી

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં સરકારે કુલ 3000 કરોડનું મૂડીરોકાણ કર્યું છે છતાં મેટ્રો હજી સુધી દોડી શકી નથી. આ પ્રોજેક્ટ 2013મા મંજૂર કરવામાં આવ્યો હતો અને આજે તે પ્રોજેક્ટને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં અમદાવાદીઓને મેટ્રોમાં સફર કરવા મળી શક્યું નથી.

ગુજરાત સરકારે 2004માં મેટ્રોના બદલે BRTS લીધી હતી અને બીજા રાજ્યોએ મેટ્રો પસંદ કરી હતી. આજે જયપુર, મુંબઇ સહિતના છ જેટલા શહેરોની જનતા મેટ્રોમાં સફર કરતી થઇ ગઇ છે પરંતુ અમદાવાદની જનતાને મેટ્રો નસીબમાં નથી.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ને ભારત સરકારે 2014માં મંજૂર કર્યો હતો. ત્યારબાદ સરકારે છેલ્લા ચાર વર્ષમાં અનુક્રમે 226.37 કરોડ, 452.38 કરોડ, 1112.67 કરોડ અને 1324.35 કરોડનો ખર્ચ કર્યો છે.

અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ 9000 કરોડનો થાય છે છતાં સરકારે ચાર વર્ષમાં માત્ર 3000 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું 38 ટકા સિવિલ વર્ક પૂર્ણ થયું છે. રોલિંગ સ્ટોક એટલે કે રેલ્વે કોચ માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને તે ડિસેમ્બર 2018થી રોલિંગ સ્ટોક આવાની શરૂઆત થશે.

એટલે કે અમદાવાદીઓને હજી ડિસેમ્બર મહિનાની રાહ જોવાની રહે છે. શહેરી વિકાસ વિભાગે દાવો કર્યો છે કે મેટ્રો રેલના પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થયે વસ્ત્રાલથી એરપલ પાર્ક વચ્ચેના કોરીડોરમાં મેટ્રો રન ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. આખા અમદાવાદને મેટ્રો રેલમાં બેસવા માટે હજી એક વર્ષની રાહ જોવાની રહે છે, કેમ કે 2019માં આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂર્ણ થાય તેમ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.