02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ભારત સરકારના માહિતી વિભાગ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના માહિતી વિભાગ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો   13/08/2018

 ભારત સરકારના માહિતી વિભાગ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો 
 
 
પાટણ 
પાટણ  જિલ્લાના સિધ્ધપુર  તાલુકાના પુનાસણ ગામે આવેલી એમ.એ. હાઈસ્કૂલના પ્રાંગણમા ંભારતસરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા  ભારત સરકારની વિવિધ યોજનાઓ તેમજ અભિયાનો અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વગેરે અભિયાનો તથા ભારત સરકારની તમામ યોજનાઓને ગામલોકો સુધી પહોંચાડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, પુનાસણ ગામની પંચાયતને પ્રગતિશીલ ગ્રામપંચાયત બનાવવા જિલ્લા પંચાયત દ્વારા કોમન સર્વિસ સેન્ટરની તમામ સુવિધાઓ જેમાં ગ્રામીણ લોકોની સુવિધાઓ, સ્ત્રીસ શક્તિ કરણની યોજનાઓ, બચત તેમજ રોજગારની સેવાઓ સાથે બેન્કિંગ સેકટરની સુવિધાઓનું માર્ગદર્શન જિલ્લા મેનેજર મોહશીન ભાઈએ આપ્યું હતું. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે દરેક સ્ત્રી–પુરુષને એકસરખા અધિકાર મળે.મહિલાઓ પણ આગળ આવે અને બેટી બચાઓ-બેટી પઢાઓનું સૂત્ર સાર્થક થાય. 
લીડ બેન્ક મેનેજર એમ.જે. પટેલે  તમામ બેન્કિંગ યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં માત્ર ૧૨ રૂપિયામાં વીમો પૂરી પાડતી પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અને ૩૩૦ રૂપિયાના પ્રીમિયમ વાળી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ગુજરાતમાંઆ યોજના હેઠળ ૯,૦૦૦ કુટુંબોને લાભ અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.  
 સિધ્ધપુરના પ્રાંત અધિકારી શ્રી જશવંત જેગોડાએ જિલ્લા તેમજ તાલુકાની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. તેમજ સરકારની  લોકકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવા અપીલ કરી હતી.  આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના શિક્ષક ભરત ચૌધરી અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જનસંપર્ક અભિયાનમાં મદદરૂપ બન્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ ભૂમિકા, આયોજન,સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના પ્રચાર અધિકારી જે.ડી.ચૌધરી  દ્વારા કરવામાં આવ્યું હતું .જેમાં શિક્ષક બાબુભાઇ દેસાઇ પણ મદદરૂપ બન્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગણેશપુરા, વનાસણ, કાયણ, ચંન્દ્રાવતી સહિતના ગામોના સરપંચોનો સહયોગ મળ્યો હતો અને પુનાસણ ગામની એમ.એ. હાઈસ્કૂલના આચાર્ય કનુભાઈ,ટ્રસ્ટી, શિક્ષકો પણ સહયોગી બન્યા હતા.

Tags :