02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પાંચમી વનડેમાં વિÂન્ડઝને નવ વિકેટે કચડી ભારતની શ્રેણી જીત

પાંચમી વનડેમાં વિÂન્ડઝને નવ વિકેટે કચડી ભારતની શ્રેણી જીત   02/11/2018

 
 
થિરુવંતનપુરમ
થિરુવનંતપુરમ ખાતે આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં યજમાન ભારતીય ટીમે પ્રવાસી વેસ્ટ ઇÂન્ડઝ પર નવ વિકેટે સરળ રીતે જીત મેળવી લીધી હતી. આની સાથે જ ભારતે વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ૧૦૫ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ ૬૩ રનની મદદથી આ મેચ જીતી લીધી હતી. કેપ્ટન વિરાટ કોહલી ૩૩ રને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે ૧૪.૫ ઓવરમાં જીતવા માટેના જરૂરી રન બનાવી લીધા હતા. આ પહેલા ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે વિન્ડીઝના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા અને સમગ્ર ટીમ સસ્તામાં ઓલઆઉટ થઇ હતી. રવિન્દ્ર જાડેજાની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિરાટ કોહલીની મેન ઓફ ધ સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના નજીવા સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે નિરાશાજનક શરૂઆત કરી હતી. શિખર ધવન માત્ર છ રન કરીને આઉટ થયો હતો. અગાઉ ટોસ જીતીને પહેલા વિન્ડીઝની ટીમે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આત્મઘાતી સાબિત થયો હતો. વિન્ડીઝની ટીમ ૩૧.૫ ઓવરમાં ૧૦૪ રન કરીને આઉટ થઇ ગઇ હતી. વનડે ક્રિકેટના ઇતિહાસમાં વિન્ડીઝે ભારતની સામે સૌથી નજીવો જુમલો ખડક્યો હતો. જાડેજાએ ૩૪ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને ખલીલ અહેમદે બે બે વિકેટ ઝડપી હતી.  વિરાટ કોહલીએ વર્તમાન શ્રેણીમાં ત્રણ સદી ફટકારી છે. ે. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી સાથે લાંબી ઇનિગ્સ રમી ચુક્યો છે. આ પહેલા  મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિÂન્ડઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી.

Tags :