02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અંબાજીનો ત્રિશુલીયો ઘાટ રક્તરંજીત બન્યો : બસ પલટી જતા 21 લોકોના કરુણ મોત

અંબાજીનો ત્રિશુલીયો ઘાટ રક્તરંજીત બન્યો : બસ પલટી જતા 21 લોકોના કરુણ મોત   30/09/2019

બનાસકાંઠામાં ખાનગી બસના મુસાફરો સાથે મોટી દુર્ઘટના બની છે. અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ પલટી જતા 30થી વધુ લોકોને ભારે ઈજા પહોંચી છે જ્યારે 21થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 
 
આ ત્રિશુલીયા ઘાટ નજીક અવારનવાર અકસ્માતો બને છે ત્યારે ફરી એક વખત મોટા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોટી જાનહાની થવા પામી છે.
 
આ ખાનગી બસને બ્રેક ન લાગતા બસ પલટી હતી. આ બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે 30થી વધુ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માતમાં કેટલાક મુસાફરોના મોતની અટકળો છે.
 
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 
 
ત્રિશુલીયા ઘાટ નજીક રોડ અકસ્માતમાં જાનહાની થવા પર મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. ઇજાગ્રસ્ત લોકો વહેલી તકે સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હું દિવ્ય આત્માઓ માટે પ્રાર્થના કરૂ છું.
 
મળતી માહિતી અનુસાર, બ્રેક ન લાગતા બસ પલટી મારી હતી. ત્યારે અકસ્માતના પગલે ફાયર વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આપ્યું હતું. અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અકસ્માતમાં મોટી જાનહાની થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રેઇન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇમરજન્સી 108 ઘટનાસ્થળે હાજર રખાઇ.

Tags :