ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

 
 
 
                            ધાનેરા પોલીસે બાતમી આધારે રેલ નદી ઉપર નાકાબંધી ગોઠવી વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે અમદાવાદના એક આરોપીની અટકાયત કરી હતી. ઈન્ચાર્જ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રજીયાણની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂના કેશો શોધી કાઢવા માટે કડક સુચના કરેલ હોઈ જે આધારે આર.કે. પાઠક (પોલીસ ઈન્સપેક્ટર, ધાનેરા) તથા જશવંતસિંહ કેશરસિંહ, રાયસંગભાઈ ખાનાભાઈ, ભેમજીભાઈ ધનરાજભાઈ, જબ્બરસિંહ હુકમસિંહ, પ્રકાશકુમાર શાન્તીલાલ વિગેરે પો.સ્ટાફ સાથે ધાનેરા રેલ નદી પુલ ઉપરથી બાતમી આધારીત નાકાબંધી કરી લક્ઝુરીયસ કાર હોન્ડા એકોર્ડ ગાડી (નં.જી.જે.૦૧. એચ.કે. ૪૧પ૦) માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૦૯ બોટલ નં.૧૮૦ કિ.રૂ.પ૦૮૮૦ તથા એકોર્ડ ગાડી કિ.રૂ.૧,પ૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ર,૦૦,૮૮૦ નો કબજે કરેલ. તથા ગાડીના ચાલક પુનમભાઈ સાગરભાઈ દેસાઈ (રહે.નરોડા રોડ રણછોડભાઈની ચાલી મેમકો ચાર રસ્તા અમદાવાદ તા.જી.અમદાવાદ) વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.