બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં આક્સ્મિક પલટો : ખેડૂતો ચિંતિત

રખેવાળ ન્યુઝ  ડીસા : રાજ્યના અરબી સમુદ્ર માં ફરી એકવાર ચક્રવાતનું નિર્માણ થતા સમગ્ર ગુજરાતના હવામાન પલટો જોવા મળી રહ્યો છે.જેને નહીં ગુરૂવારના વહેલી સવારથી જ ડીસા સહિત સમગ્ર જિલ્લાના આકાશ માં વાદળોની સાથે હવામાનમાં અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાના પગલે ડિપ્રેશન અને વેલમાર્ક લો પ્રેશરની અસરથી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં પવન ફુંકાવાની શક્યતાઓ રહેલી છે.જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચક્રવાતના પગલે હવામાન અચાનક પલટો આવ્યો છે.જેને લઇ ખેડૂત વર્ગમાં પણ ચિંતાના વાદળો છવાયા છે.પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચક્રવાતની અસર નહિવત થવાની સંભાવના રહેલી છે અને વરસાદની શક્યતાઓ પણ બહુ ઓછી રહેલી છે.પરંતુ બે દિવસ સુધી આકાશમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળશ. વાદળછાયા વાતાવરણને લઇ જીરું એરંડા સહિતના પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ વર્ષે કુદરત પણ જાણે ખેડૂતોની માથે રૂઠયો હોય તેવું લાગી રહ્યું છે.હવામાનમાં આવેલા અચાનક પલટાને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એની અસર જોવા મળી રહી છે.જ્યારે આકાશમાં વાદળ હટતાં એકવાર ઠંડીનું જોર વધશે તેમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.