વડગામના ચિત્રોડા પાંચડા રોડ નજીક માર્ગ અકસ્માતમાં ધનાણીના બાઈકચાલક યુવાનનું કરૂણ મોત

સામાજીક કામપૂર્ણ કરી ઘેર પરત ફરી રહેલ ધનાલીના યુવકનું ચિત્રોડા પાંચડા રોડ તરફ માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના ધનાલી ગામના યશવંતસિંહ હરીજી રાજપુત ગતરોજ રવિવાર બપોરે સામાજીક કામ પૂર્ણ કરી મોટર સાયકલ નં. જી.જે.૦૮ એડી ૯૬૪ર લઈ વતન પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચડા-ચિત્રોડા નજીક પુરઝડપે ગફલતભર્યું ડ્રાઈવીંગ કરી આવી રહેલ પીકઅપ ડાલા નં.જી.જે. ૧૮ એટી-૦ર૯પ ઉ.વ.૧૮ આશરેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયું હતું અને બાઈકમાં સવાર કિંજલબા રાજપુતને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ધનાલી સરપંચ દિલીપસિંહ સરદારજી રાજપુતની ફરીયાદના આધારે વડગામ પોલીસ મથકે ધોરણસરની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.