ડીસામાં વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ધમધમતી ફટાકડાની હાટડીઓ

 
 
ડીસા
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ બાદ તંત્ર દ્વારા તપાસ થતા “ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા” જેવો ઘાટ ઘડાયો છે. 
વેપારી મથક ડીસામાં દિવાળી પૂર્વે ર૦ જેટલા અજદારોએ ફટાકડાનું લાયસન્સ મેળવવા નાયબ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. પરંતુ અરજીઓ પ્રત્યે લાપરવાહી દાખવાતા કોઈને લાયસન્સ અપયું નહતું. તેથી દિવાળી નજીક આવતા લોકોએ મોંઘવારીમાં ઘર ખર્ચ કાઢવા ઠેરઠેર ફટાકડાના કામ ચલાઉ ધોરણે સ્ટોર શરૂ કરી દીધા હતા. પરંતુ સુતળી બોમ્બનો “ડેમો” બતાવવા જતા નગરપાલીકા સામે આવેલી એક દુકાન અચાનક આગમાં લપેટાઈ ગઈ હતી. જે આગની વિકરાળ જ્વાળા અને ફટાકડા ફુટતા અફડાતફડી વચ્ચે ભયાવહ માહોલ ખડો થયો હતો. અને આગમાં ફટાકડાની સાથે આજુબાની દુકાન એક બાઈક પણ સળગી જતા વ્યાપક નુક્શાન થયુ હતું. સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ આ દુર્ઘટનાના પગલે શહેરમાં વગર લાયસન્સે અને ફાયર સેફ્ટીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ફટાકડાની દુકાનો અને સ્ટોર ધમધમતા હોવાનું પુરવાર થયું હતું. તેમ છતાં પોલીસને અને વહીવટી તંત્ર એકબીજા ઉપર દોષારોપણ કરી જવાબદારી “માથેથી ખભે” કરી રહ્યાં છે. હકીકતમાં ફટાકડાની દુકાનના લાયસન્સથી માંડી તપાસ સુધીની સત્તા વહીવટી તંત્રની  હોય છે. તેથી તેમની લાપરવાહી સ્પષ્ટ થઈ જવા પામી છે. તેમ છતાં તંત્ર દ્વારા તપાસનું નાટક ભજવાઈ રહ્યું છે. જેથી દુર્ઘટના “ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.