02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મામાં દુકાનદારની નજર ચૂકવી ગઠીયો રૂ.૧.પ લાખ ભરેલુ પર્સ લઈ ફરાર

ચાણસ્મામાં દુકાનદારની નજર ચૂકવી ગઠીયો રૂ.૧.પ લાખ ભરેલુ પર્સ લઈ ફરાર   18/10/2018

ચાણસ્માના હાર્દસમા બસસ્ટેન્ડની સામે આવેલ એક કરીયાણાની દુકાન સવારે તેનો માલિક ખોલી રહ્યો હતો. ત્યારે દુકાનની બાજુમાં મુકેલ થેલીમાં રોકડ ૧.પ૦ લાખની રકમ એક ગઠિયો નજર ચુકવી પર્સ લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે ચાણસ્મા પોલીસને જાણ થતાં પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત જાણવા મળે છે તે મુજબ ચાણસ્મા બસસ્ટેન્ડની સામે વારાહી કીરાણા સ્ટોર્સની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક ગઈકાલે સવારે સાત વાગે પોતાની દુકાન ખોલતી વખતે રૂ.૧.પ૦ લાખની રોકડ ભરેલ પર્સ બાજુમાં મુકીને નજર કરતાં તેમનું પર્સ કોઈ અજાણ્યો ઈસમ લઈને પલાયન થઈ ગયો હતો. પર્સ ચોરાઈ જતાં ગભરાઈ ગયેલા વેપારીએ આજુબાજુ તપાસ કરતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો જેથી દુકાનદાર રાકેશભાઈ પટેલે આ અંગેની ફરિયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશને દાખલ કરતાં પોલીસે અજાણ્યા વ્યÂક્ત વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી આજુબાજુના વ્યાપારીઓના સી.સી.ટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ચોરાઈ ગયેલ પર્સમાં રોકડ રકમ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ દુકાનના હીસાબના ચોપડાનો સમાવેશ થાય છે. આજથી અઢી વર્ષ પહેલાં આજ દુકાનમાંથી એક અજાણ્યો ગઠીયો આ વેપારીની નજર ચુકવી રૂ.રર હજાર લઈ પલાયન થઈ ગયો હતો. અઢી વર્ષના સમય ગાળામાં દુકાનમાં ચોરીની આ બીજી ઘટના બનવા પામી હતી. 

Tags :