બનાસ ડેરી ભાવ ઘટાડો નહી કરે : પશુપાલકોને દૂધના પોષણક્ષમ ઉચ્ચત્તમ ભાવ ચુકવાતા રહેશે : શંકરભાઇ ચૌધરી

 
 
 
                                 બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ડેરી અને દૂધ સહકારી મંડળીઓ વચ્ચેનો સંપર્ક સેતુ વધુ મજબૂત બને, દૂધના વ્યવસાયમાં વૈશ્વિક પ્રવાહોથી સૌ કોઇ માહિતગાર થાય, મંડળીઓના વિકાસમાં અવરોધરૂપ પ્રશ્નો સંઘ મારફતે કઇ રીતે ઝડપથી હલ થાય અને સાથે સાથે બનાસ ડેરી પણ મંડળીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે, તેવા તમામ પાસાઓની દૂધ મંડળીઓના મંત્રીઓ અને ચેરમેનઓ સાથે રૂબરૂ ચર્ચા કરી તેનો ઉકેલ કરવાની દિશામાં જરૂરી કાર્યવાહી થાય તે માટે વાવ-સુઇગામ - રાધનપુર -સાંતલપુર તાલુકાની દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. 
દૂધ મંડળીઓના મંત્રીઓ અને ચેરમેનઓ સાથે સીધો સંવાદ સાધતા શંકરભાઇએ જણાવ્યું હતુ કે હવે દૂધના વ્યસાયમાં વૈશ્વિક મંદીનો સમય પુરો થવામાં છે તથા આવનારો સમય ડેરી ઉદ્યોગ માટે સારો હોવાનો આશાવાદ પણ તેઓએ અહીં સેવ્યો હતો. સમગ્ર વિશ્વમાં જ્યારે દૂધના પાવડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે ત્યારે ડેરી ઉદ્યોગને નુક્શાનના જાય તે માટે સમગ્ર ભારતમાં પ્રથમ વખત થયો હોય તેવો નિર્ણય ગુજરાતની સંવેદનશીલ સરકારે કરીને પ્રતિકીલો રૂ. ૫૦ની સબસીડીની જાહેરાત કરીને, કુલ રૂ. ૩૦૦ કરોડની સહાય કરવાની જાહેરાત કરી, જેના કારણે આપણે ખૂબ મોટા નુકશાનથી બચી શક્યા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ મંદીથી રક્ષણ આપી શક્યા હોવાનું ચેરમેનએ જણાવ્યું હતુ. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.