02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / કોંગ્રેસની વધુ એક વિકેટ ૫ડી,રાપરના ધારાસભ્ય સંતોકબેનનું રાજીનામુ ?

કોંગ્રેસની વધુ એક વિકેટ ૫ડી,રાપરના ધારાસભ્ય સંતોકબેનનું રાજીનામુ ?   12/03/2019

 
 
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે કચ્છના રાપરના કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ રાજીનામુ આપી દેતા ભારે ચર્ચા જાગી છે. જો કે તેમના પતિએ રાજીનામુ ન આપ્યુ હોવાનું જણાવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કચ્છના રાપરના મહિલા ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાએ પણ આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા રાજીનામુ આપી દીધુ હોવાની જોર પકડયુ હતુ અને સોશ્યલ મીડીયામાં પણ આ સમાચાર વહેતા થયા હતા. દરમિયાન સંતોકબેનના પતિ ભચુભાઈ અરેઠીયાએ જણાવ્યુ હતુ કે, મારા પત્નિ સંતોકબેને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ નથી. હાલના તબક્કે રાજીનામાને લઈને ભારે ચર્ચા જાગી છે. દરમિયાન આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પૂછતા તેમણે જણાવેલ કે હજુ સુધી મારી પાસે સંતોકબેનનું રાજીનામુ આવ્યુ નથી.

Tags :